Skip to main content

ખુશીઓના માપદંડમાં મોદીનું ભારત કથળ્યું

Submitted by admin on Mon, 10/23/2017 - 07:48

ખુશીઓના માપદંડમાં મોદીનું ભારત કથળ્યું

મારા તમામ જાણીતાઓએ ગયા મહિ ને ડોકલામમાં ભારત- ચીન વચ્ચે ની ખેંચતાણ પૂરી થતાં રાહતનો દમ લીધો હતો. અઠવાડિય ાઓ સુધી હવામાં યુદ્ધનાં વાદળાં છવાયેલાં રહ્યાં, જ્યા રે ભારત-ચીને પોતાના ઇતિ હાસના નિર્ણાય ક તબક્કે યુદ્ધની બિ લકુલ જરૂર નથી. આપણામાંના અનેક લોકો ભૂતાન પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા અનુભવી રહ્યા છે કે તે ભારતની સાથે ઊભું રહ્યું અને આપણે અન્ય પાડોશીઓ પાસે પણ સંબંધો નિ ભાવવ ાની કામના કરીએ છીએ. તાજેતરનાં વર્ષો માં ભારતને વીજળી વેચીને ભૂતાન સમૃદ્ધ થયું છે.

નિ :શંકપણે, રાષ્ટ્રીય સફળતાના માપદંડ તરીકે કુલ ઘરેલું ઉત્પાદ ન (જીડીપી)ના સ્થા ને કુલ રાષ્ટ્રીય પ્રસન્ન તા (જીએનએચ)ની અમલવારી કરીને ભૂતાન દુનિય ામાં જાણીતું થયું છે. પહેલાં મનેએ વાત પર શંકા હતી કે સરકારો લોકોને કેવી રીતે આનંદ આપી શકે, કારણ કે પ્રસન્ન તા-આનંદ એ 'આંતરિક બાબત' છે, વ્યક્તિ ગત દૃષ્ટિકોણ અને કૌટુંબિ ક પરિસ્થિતિ ઓનો મુદ્દો છે. આપણામાંના મોટા ભાગના લોકો નિષ્ફ ળ લગ્નો , કૃતઘ્ન બાળકો, પ્રમોશન ન મળવું અને આસ્થા ના અભાવના કારણે પણ દુ:ખી છે. પરંતુ હવે હું અલગ રીતે વિચારું છું. ભૂતાને દુનિય ાને દેખાડી દીધું છે કે એવી રાજ્ય વ્યવસ્થા જે સ્વતંત્રતા, સુશાસન, નોકરી, ગુણવત્તાપૂર્ણ શાળાઓ અને સ્વા સ્થ્ય સુવિધાઓ અને ભ્રષ્ટા ચારથી મુક્તિ અપાવે, તે પોતાના લોકોની ભલાઈના સ્તરમાં વ્યા પક સુધારો લાવી શકે છે. ભૂતાનનો આભાર માનવો પડશે કે હવે વર્લ્ડ હેપ્પિ નેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, જેને સંયુક્ત રાષ્ટ્ર ની માન્યતા છે. 2017ના રિપોર્ટમાં હંમેશની જેમ સ્કે ન્ડિનેવિયન દેશો વર્લ્ડ રેન્કિંગમાં સૌથી ઉપર છે. અમેરિકા 14મા, જ્યા રે ચીન 71મા ક્રમે છે. 1990ની સરખામણીએ વ્યક્તિદ ીઠ આવક પાંચ ગણી વધવા છતાં ચીનમાં આનંદનું સ્તર નથી ઊંચું નથી આવ્યું . કારણ ચીનની સામાજિ ક સુરક્ષામાં પતન અને બેરોજગારીમાં તાજેતરમાં થયેલો વિકાસ હોઈ શકે છે. દુ:ખની વાત એ છે કે ભારત ખૂબ પાછળ 122મા ક્રમે છે, પાકિ સ્તા ન અને નેપાળથી પણ પાછળ.

આપણા જૂના જમીનદારો એવું માનતા કે બેકાર બેઠા રહેવું માણસની સ્વા ભાવિક અવસ્થા છે. આનાથી ઉલટા હું માનું છું કે ઝનૂનપૂર્વ ક કરવામાં આવનારું કામ પ્રસન્ન તા માટે જરૂરી છે. એ વ્યક્તિ નસીબદાર છે, જેની પાસે એવું કોઈ કામ છે, જેને કરવામાં તેને આનંદ મળે છે અને તે એ કામમાં પારંગત પણ છે. હું માનું છું કે જીવનનો અર્થ સ્વની શોધ નથી, પરંતુ સ્વનું નિર્મા ણ છે. તો પછી કોઈ કેવી રીતે પોતાના કામ અને જીવનને ઉદ્દેશ પૂર્ણ બનાવશ ે? આ સવાલના જવાબમાં હું ક્યા રેક ક્યા રેક મિ ત્રોની સાથે આ થાૅટ ગેમ રમું છું. હું તેમને કહું છું કે, 'તમને હમણાં જ ડૉક્ટરે એવું કહ્યું છે કે તમારી પાસે જીવનના ત્રણ મહિ ના જ બચ્યા છે. પહેલા ધડાકે આઘાત પામ્યા પછી તમને ખુદને પૂછો છો કે મારે મારા બાકી રહેલા દિવસો કેવી રીતે વિતાવવ ા જોઈએ? શું ખરેખર મારે કોઈ જોખમ ઉઠાવવ ું જોઈએ? શું મારે કોઈના પ્રત્યે મારા પ્રેમનો એકરાર કરી લેવો જોઈએ, જેને હું બાળપણથી એકતરફી પ્રેમ કરતો આવ્યો છું? અથવા મારે મૌનનો અવાજ સાંભળતા શીખવું જોઈએ?' હું જે થોડા મહિ ના જિ ંદગી જીવું છું, એ જ રીતે મારે આખી જિ ંદગી જીવવ ી જોઈએ. બાળપણથી જ આપણને સખત મહેનત કરવી, શાળામાં સારા ગુણ લાવવ ા અને સારી કૉલેજમાં પ્રવેશ મેળવવ ાનું કહેવામાં આવતું રહ્યું છે. યુનિવર્સિ ટીમાં કોઈ અજ્ઞાત ક્ષેત્રમાં શોધ કરવાના બદલે આપણા પણ 'ઉપયોગી વિષય ' પસંદ કરવા માટે ભાર મૂકવામાં આવે છે. છેવટે આપણને સારી નોકરી મળી જાય છે, યોગ્ય જીવનસાથી સાથે લગ્ન થઈ જાય છે, આપણે સારા મકાનમાં રહેવા માંડીએ છીએ અને શાનદાર કાર મળી જાય છે. આ પ્રક્રિયા આપણે આગામી પેઢીની સાથે દોહરાવીએ છીએ. પછી ચાલી વર્ષની ઉંમર વટાવ્યા પછી એક દિવસ સવારે આપણે ઊઠીએ છીએ અને ખુદને પૂછીએ છીએ કે શું જીવનનો અર્થ આ જ છે? આપણે પછીના પ્રમોશનના ઇરાદા સાથે ખોડંગાતા આગળ વધીએ છીએ, જ્યા રે જિ ંદગી બાજુમાંથી પસાર થઈ જાય છે. આપણે અત્યા ર સુધી અધૂરી જિ ંદગી જીવી છે અને આ અત્યં ત મોટું નુકસાન છે.

જ્યા રે આપણે નાનકડા હતા, ત્યા રે કોઈએ આપણને 'જીવિકા' અને 'જીવન' કમાવવ ા વચ્ચે ને ફરક દર્શાવવ ાની જહેમત નહોતી લીધી. કોઈએ પ્રોત્સા હન નહોતું આપ્યું કે આપણે આપણું ઝનૂન શોધીએ. આપણે માનવજાતિ નાં મહાન પુસ્તકો નથી વાંચ્યા , જેમાં આપણા જીવનને અર્થ સભર બનવવ ા માટે અન્ય માનવો દ્વારા કરવામાં આવેલા સંઘર્ષનું વર્ણ ન છે. આપણામાંથી ખૂબ ઓછા લોકો મોઝાર્ટ જેવા નસીબદાર છે, જેમને ત્રણ વર્ષની ઉંમરે જ સંગીતનું ઝનૂન લાગી ગયું. પછી તેઓ મહાન સંગીતકાર બન્યા . તમને તમારું ઝનૂની કામ મળી ગયું છે. તેના વિશે એ વાત પરથી ખ્યા લ આવે છે કે જ્યા રે કામ કરતી વખતે તમને એવું નથી લાગતું કે તમે 'કામ' કરી રહ્યા છો. અચાનક ખ્યા લ આવે છે કે સાંજ પડી ગઈ છે અને તમે લંચ લેવાનું ભૂલી ગયા છો. આનંદનો મારો આદર્શ , ગીતામાં કૃષ્ણ ના કર્મય ોગના વિચારને અનુરૂપ છે. કર્મ થી ખુદને અલગ કરવાના બદલે કૃષ્ણ આપણને ઇચ્છા રહિ ત કામ એટલે કે નિષ્કા મ કર્મ ની સલાહ આપે છે. ઝનૂનપૂર્વ ક ખુદને ભૂલીને કરેલું કામ ઊંચી ગુણવત્તાવ ાળું બને છે, કારણ કે તમે અહંકારના લીધે ભટકતા નથી. જીવન કમાવવ ાની આ મારી રેસિ પી છે અને આનંદનું આ જ રહસ્ય છે. આ રેસિ પીમાં બે વધારાના સ્રોત જોડીશ: જે વ્યક્તિ ની સાથે તમે જીવન જીવો છો, તેને પ્રેમ કરો અને અમુક સારા મિ ત્રો બનાવો. જ્યાં સુધી મિ ત્રોની વાત છે, તો પંચતંત્ર પણ એ જ સલાહ આપે છે. એ મુજબ મિત્ર બે અક્ષરનું રત્ન છે. ઉદાસી, દુ:ખ અને ભયની સામે આશ્રય અને પ્રેમ તથા ભરોસાનું પાત્ર. અલબત્ત, અન્ય તમામ બાબતોની જેમ મેળવવ ાના બદલે કહેવું સરળ છે.

ભૂતાન ભલે વર્લ્ડ હેપ્પિ નેસ રિપોર્ટનો વિચાર લાવ્યું હોય, પણ 2017ની યાદીમાં તે 95માક્રમે છે. ગયા વર્ષની સરખામણીએ ભારત ચાર ક્રમ નીચે ઊતરીને 122મા ક્રમે પહોંચી ગયું છે અને સ્વા ભાવિક છે આ એ રાષ્ટ્ર માટે ખૂબ જરૂરી છે, જે 'અચ્છે દિન'નો ઇન્તે જાર કરી રહ્યું છે. ભારતના ઓછા રેન્કિંગ માટે જવાબદાર છે, રોજગારીનો અભાવ, નીચલા સ્તરે ભ્રષ્ટા ચાર, દેશમાં વ્યવસાય કરવામાં મુશ્કે લીઓ અને નબળી ગુણવત્તાનું શિક્ષણ અને સ્વા સ્થ્ય સુવિધાઓ, જેમાં શિક્ષકો અને તબીબો હંમેશાં નિષ્ફ ળ રહે છે. એ જરૂરી છે કે ભારતે સમૃદ્ધિ માં પોતાનો ક્રમ સુધાર્યો છે. આવું એટલા માટે કે ભારત વિશ્વના સૌથી ઝડપી વિકસતાં અર્થ તંત્રોમાં સામેલ થઈ ચૂક્યું છે.

વર્લ્ડ હેપ્પિ નેસ રિપોર્ટનો એક આખો અધ્યાય કામ વિશે છે. આપણામાંના મોટા ભાગના લોકો પોતાનું જીવન કામ કરતાં વિતાવે છે, કામ જ આપણી પ્રસન્ન તાને આકાર આપે છે. રિપોર્ટ અનુસાર સૌથી નાખુશ બેરોજગારો હોય છે. એટલા માટે વડાપ્રધાન મોદીએ 2019ની ચૂંટણી જીતવા માટે રોજગારીનું વચન નિ ભાવવ ું જરૂરી છે.